પરિવારની સંગાથે

Posted in Uncategorized on જાન્યુઆરી 27, 2014 by chin2thakkar

આમ તો કેટલાય લોકો રોજ બધે હળતા ને મળતા જ હોય છે.
પણ પરિવારની સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

પૂછે છે રોજ કેટલાય “કેમ છો?” જયારે તબિયત બરાબર હોય છે,
પણ આવે અમસ્તી જ છીંક કે મમ્મી દવા આપવા તૈયાર હોય છે,
મા નાં વાત્સલ્યનો દુનિયામાં ક્યાંય કોઈ પર્યાય ન મળતો હોય છે,
તેથી જ પરિવાર સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

કેટલાય ડેઝની ઉજવણી નિમિતે હાથમાં બેન્ડઝ નો ઢગલો હોય છે,
પણ રક્ષાબંધનના એક દિવસની તો વાત જ કંઈક અલગ જ હોય છે,
બહેને ભાઈ માટે કરેલી પ્રાર્થના સામે ભગવાન પણ હરતો હોય છે,
એટલે જ પરિવાર સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

શીખવું છું હું રોજ દુનિયાને કંઈ ને દુનિયા મને કંઈ શીખવતી હોય છે,
પણ પિતાએ શીખવાડેલી વાતો સામે દરેક શીખ નાની લાગતી હોય છે,
પિતાથી મોટો ગુરુ ન કોઈ હોય છે કે ના બની પણ શકતો હોય છે,
તેથી જ પરિવાર સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

જાણું છું કે દુનિયાનો દરેક વ્યકિત એક સાચા મિત્રને શોધતો હોય છે,
પણ જો હોય મારા ભાઈ જેવો ભાઈ તો તે કદીએ ના રડતો હોય છે,
‘ચિત્રેશ’ નાં ભાઈથી સારો દુનિયામાં કોઈ મિત્ર ના મળી શકતો હોય છે,
એટલે જ પરિવારની સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

છોકરીને પરણાવતી વખતે મા છેલ્લે સુધી રીતિરીવાજો શીખવાડતી હોય છે,
પણ પત્ની બનતા જ ખબર ન’ઈ તેઓને બધું જાતે જ સમજાઈ જતું હોય છે,
મેળવી શકે છે પુરુષ દરેક ખુશીઓ જીવનમાં જો તેમાં પત્નીનો સાથ હોય છે,
તેથી જ કહું છું કે પરિવાર સાથે વિતાવેલા સમયનો આનંદ અનેરો જ હોય છે.

Advertisements

કવિતા

Posted in Uncategorized on ઓગસ્ટ 8, 2013 by chin2thakkar

કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ અચાનક જ એમ સુઝી ગયી,
લખવી તી તો તે પળે જ પણ એ પળ જરા વધુ લંબાઈ ગઈ,
જીવન સંજોગો બન્યા પંક્તિઓને આવી એકાદ કવિતા લખી ગઈ.

નાના હતા ત્યારે કરતા ઘણી મસ્તી ને વળી મળતી ઘણીએ સજા હતી,
થયા મોટા અને બન્યા સ્થિર પણ પહેલા જેવી તો કાંઈ મજા નથી,
આવા જીવન સંજોગો બન્યા પંક્તિઓ ને આવી એકાદ કવિતા લખાઈ ગઈ.

મળ્યા અને બન્યા દોસ્તો ઘણા અને વળી સહેલીઓ પણ મળી ઘણી,
પણ નિસ્વાર્થ દોસ્તીની કોણ જાણે કેમ એ શોધ પૂરી થતી જ નથી,
જીવન સંજોગો બન્યા પંક્તિઓને આવી એકાદ કવિતા લખાઈ ગઈ.

પારકાઓ ઘણા બન્યા પોતાના ને ઘણા પોતાનાઓ ની પારકાઓ માં બદલી થઇ,
સગાવ્હાલાઓની ખબર ન’ઈ ક્યારે સગાઓ અને વહાલાઓમાં વહેચણી થઇ.
જીવન સંજોગો બન્યા પંક્તિઓ ને આવી એકાદ કવિતા લખાઈ ગઈ.

‘ચિત્રેશ’ શરૂઆતમાં થઇ ભૂલો જોડણીમાં ને ઘણી ખોટી વાક્યરચનાઓ પણ બની હતી,
પણ મળ્યો એવો સાથી મને કે જેને મારી બધી જ ભૂલો સુધારવી દીધી,
જીવન સંજોગો બન્યા પંક્તિઓ ને આવી એકાદ કવિતા લખાઈ ગઈ.

જીવનમાં છે સવલતો બધી ને જીવવા માટે કદાચ કશાયની’ય કમી નથી,
કમી છે તો મારા નિજજનોની જે દિલથી તો છે નજીક,પણ રૂબરૂમાં જેમનાથી દૂરી રહી.
જીવન સંજોગો બન્યા પંક્તિઓ ને આવી એકાદ કવિતા લખાઈ ગઈ.

અસમંજસ

Posted in Uncategorized on ઓગસ્ટ 8, 2013 by chin2thakkar

સમજણ નથી પડતી મને કે કોઈ કેમ કોઈને ક્યારેય સમજતું નથી,
શું કોઈ એટલું પણ અણસમજુ હોઈ શકે કે તેઓને કાંઈ સમજવું જ નથી.

‘ના’ હોય છે તેઓની જેમાં એવું એક પણ કામ હું કરતો નથી,
માંગુ અગર એવું હું પણ તો જવાબ ‘હા’માં કેમ મળતો નથી.

ક્યારેક તેમને હું તો ક્યારેક મારી વાત માનવાયોગ્ય લગતી નથી,
પણ મોટા નથી થતા રોજ એકલા એ જ એવું તેઓ કેમ સમજતા નથી.

કહેતો આવ્યો છું જે વર્ષોથી તે વર્ષો પછી મને જ સંભળાવે છે,
ખબર ન’ઈ એમ કહીને મને સમજાવે છે કે પછી અમસ્તું જ સમજાવે છે.

જેમના વિચારોને મારા બનાવ્યા તેઓનું કેમ આજે મારા વિચારોથી સમર્થન નથી.
કે પછી તેઓ એમ વિચારે છે કે મારામાં વિચારી શકવાનું સામર્થ્ય નથી.

‘ચિત્રેશ’ શું એક પણ વાત મારી સાચી ન’ઈ હોય કે કોઈ કશું માનતું જ નથી,
અથવા તો કદાચ હું જેટલું તેમને ચાહું છું તેટલું તે કોઈ મને ચાહતું જ નથી.

મનોમંથન

Posted in Uncategorized on ઓગસ્ટ 8, 2013 by chin2thakkar

કરવા માંડે છે કામ જયારે કોઈ મૂડ પ્રમાણે,
થતું નથી હોતું એ પછી કદાચ રુલ પ્રમાણે,
ચેન્જીસ દરેકમાં આવે છે એ મને કે ન મને,
પણ જરૂરી બન્યા હોય છે એ પાસ્ટમાં થયેલી ભૂલ પ્રમાણે.

કરવા નીકળી પડે છે જે બીજાને એજયુકેટ રોજીંદી ટેવ પ્રમાણે,
ક્યારેક તો કરી લે વળી ઈવેલ્યુએટ એ પોતાની એ જાત ને.
પર્હેપ્સ એવું થાય કે મળી જાય પોતાની ભૂલ પોતાને જ,
તો થઇ શકે પોતાનું ભવિષ્ય ‘એક્ઝીક્યુટ’ પોતાની પહોચ પ્રમાણે.

વાસ્તવમાં નથી થઇ શકતું બધું કહેવાતી રુલ બૂક પ્રમાણે,
જેમ જમતો હોય છે માનવી પોતાને લાગેલી ભૂખ પ્રમાણે,
“ચિત્રેશ”જીજ્ઞાસાવૃત્તિ જ તો છે જે બનાવે છે વ્યક્તિને વિદ્વાન,
બાકી બધા જ હોત આજે વૈજ્ઞાનિક ‘ન્યુટન’ અને ‘જૂલ’ પ્રમાણે.

કહી ગયા મોટાઓ ઘણુંબધું તેમના અનુભવ અને રોલ પ્રમાણે,
પણ હકીકતમાં વર્તવું પડતું હોય છે દરેકને પોતાના ગોલ પ્રમાણે,
હા મોટાઓનો અનુભવ અને ‘એડવાઈસ’ એવા રસ્તા છે કે જેના પર,
જે ચાલે છે તે પામે છે મંજિલને જરૂર પોતપોતાનાં ‘પાવર’ અને જોમ પ્રમાણે.

યાદોનાં સથવારે

Posted in Uncategorized on એપ્રિલ 2, 2013 by chin2thakkar

Yado na sathvareદિલની દરેક વાતો કહી દેતા હતા જેમને પળવારમાં,
લડતા અને ઝગડતા જેમની સાથે નાનીમોટી વાતમાં,
ખોવાઈ ગયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં.

વિચારતા ક્યારે જાય રવિ ને પ્રવેશીએ સોમવારમાં,
મળીને હોતા સાથે ત્યારે હોતા’તા અલગ જ શાનમાં,
ખોવાઈ ગયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં.

રમતા હતા ક્યારેક રમતો જેમની સંગાથે મેદાનમાં,
વર્ષો બાદ આજે આવે છે એ પળો બધી ધ્યાનમાં,
ને પૂછે છે ખોવાયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં.

જોતી કોઈ છોકરી સામે કે તરત જ કહી દેતા એમનાં કાનમાં,
એ પણ પાછા કહેતા કે નજર ન હટાય’જોતો રહે એની આંખમાં’,
ખોવાઈ ગયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં,

સપનાની જેમ જીવન પણ ચાલ્યું જાય છે એક પ્રવાહમાં,
વાગ્યો નાનકડો ધક્કો કે તરત જ આવી જાઉં છું ભાનમાં,
ને વિચારું ખોવાયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં.

જે મારા માટે અને જેઓના માટે હું બધા સાથે લડતો કક્ષા બારમાં,
આજે એ બધા કેમ નથી દેખાયા હાજર મને મારા લગ્નની જાનમાં,
“ચિત્રેશ” વિચારું ખોવાઈ ગયા ક્યાં એ મિત્રો બધા જીવનની દોડધામમાં.

સમયનાં વળાંકો

Posted in Uncategorized on માર્ચ 28, 2013 by chin2thakkar

samayna valanko4

ખુશી અને ગમનાંપળોમાં માણસ પરખાતો હોય છે,
પણ સમય જતા દરેકનો સમય બદલાતો હોય છે.

લાભ મળતો હોય તો કરતો કંઇક વાટાઘાટો હોય છે,
ભલેને પછી એમાં કોઈનો કેટલોય પણ ઘાટો(નુકસાન) હોય છે,
પણ સમય જતા દરેકનો સમય બદલાતો હોય છે.

સફળતા હોય નાની કે મોટી ખૂબ હરખાતો હોય છે,
નિષ્ફળ કોઈ હોય તેને જોઈ બહુયે મલકાતો હોય છે,
પણ સમય જતા દરેકનો સમય બદલાતો હોય છે.

કોઈ એકની બધા વચ્ચે કરતો કંઇક ખરાબ વાતો હોય છે,
જો ફાયદો છે એનાથી તો તેના ઘેર એનો રોજ એક આંટો હોય છે,
પણ સમય જતા દરેકનો સમય બદલાતો હોય છે.

મળે જયારે વેગ ત્યારે મોજાની જેમ ખૂબ ઉછળતો હોય છે,
પહોંચે જયારે કિનારે તો એ જ મોજાની જેમ પછડાતો પણ હોય છે,
રાહ નથી જોતો એ જરાય “સમય” બદલાતો હોય છે.

સીડીનાં ઉપરી પગથિયાને સમજીને શિખર જે સપનામાં રચતો હોય છે,
તે સ્હેજ હાલમડોલ થતા કોઈકવાર લપસી પણ પડતો હોય છે,
 કેમ નથી સમજતો કે હંમેશા સમય બદલાતો હોય છે.

શું કામ કોઈ પોતાની પર નાહકનું અભિમાન કરતો હોય છે,
જયારે બધા માટે બનેલો કોઈ એક અલાયદો રસ્તો હોય છે,
“ચિત્રેશ”કહીશ એ જ કે સમય જતા દરેકનો સમય બદલાતો હોય છે.

દિલાસો

Posted in ghazal, Uncategorized on માર્ચ 17, 2013 by chin2thakkar

dilaso1

સુખની આ કૃત્રિમ કેડી પર ક્યાં જઈ લેવો વિસામો,
“ચાલવું” એ જ નિયમ એમ કહીને દિલને આપું દિલાસો.

વિચારે માનવી કે જીવન મારું છે કંઈ કોઈનો નથી ઈજારો,
પણ જીવવા જાય ત્યા ખબર નઈ કેમ જવાબદારીઓ હોય હજારો.

આ સગું ને પેલું એ સગું ને વળી લાખોયે હોય રીવાજો,
ક્યારે અને કોને કેટલું લાગ્યું ખોટું બસ એના જ હોય હિસાબો.

આ મળ્યું છે તો એ કેમ નહી માત્ર એવા જ હોય વિચારો,
માણસને જે મળે છે એટલાથી કેમ ક્યારેય નથી તે ધરાતો?.

રાત ને દિવસ એક કરી લો કે પછી ભેગા કરી લો પગારો,
ઈચ્છાની તો કોઈ સીમા જ નથી એમાં તો થતો જ રહેશે વધારો.

ખબર નથી ખુદને કે કઈ સ્પર્ધામાં છું અને કેવાયે હશે ખિતાબો,
ક્યારેક લાગે છે મળી ‘સફળતા’ તો વળી ક્યારેક નાખું નિસાસો.

“ચિત્રેશ” પામીશ ક્યારે એ શિખર જેનો થયો છું હું દીવાનો,
અત્યારે તો “ચાલવું” એ જ નિયમ એમ કહીને દિલને આપું દિલાસો.