Archive for સપ્ટેમ્બર, 2010

મિત્ર ન મળ્યું કોઈ

Posted in Uncategorized on સપ્ટેમ્બર 16, 2010 by chin2thakkar

નીકળ્યો તો મિત્રની શોધ માં મિત્ર  ના મળ્યું કોઈ,
રસ્તા પર છું એકલો પણ રાહબર ના મળ્યું કોઈ;
હરખાઈ જતો  હતો સ્મિત કોઈ નું સામી કોર જોઈ,
સમજ્યો નહિ કે સ્વાર્થ વિના મૈત્રી કરતુ નથી કોઈ;
વિચારીને જયારે કોઈ વાત વારંવાર પડ્યો રોઈ,
છાનું રાખવા તો દૂર સમીપે  બેસનાર ન’તું  કોઈ;
એકલો જ પ્રશ્નો હું કરતો ખુદ ને આઈનામાં જોઈ,
શું મળ્યું તને મિત્રો પાછળ આ જાત આખી ખોઈ,
ગમ ને બધા ભૂલાવીને ઘણી ઉન્નતી તો કરી તો’ય,
મન તો હંમેશા ચાહતું કે કોઈ એક સાચો મિત્ર હોય;
‘ચિત્રેશ’ની છબી ને સદતું ચિત્ર ના મળ્યું કોઈ,
રસ્તા પર રહ્યો એકલો રાહબર ના મળ્યું કોઈ.

“પાઠ ભણાવે જીંદગી”

Posted in Uncategorized on સપ્ટેમ્બર 14, 2010 by chin2thakkar
શરૂઆતનાં પગલે(જન્મ સમયે ) જયારે રડાવતી આ જીંદગી,
કોને ખબર  કે કેટલા પાઠ ભણાવશે  આ જીંદગી ;

આનંદ ની એ હર એક પળો માં મોજ કરાવે જીંદગી,
તો શોક ની કોઈ બે પળો માં રડાવતી આ જીંદગી;

બાપ નાં હાથ માં હાથ અપાવી ચાલવાનું  સીખાવતી આ જીંદગી,
તો જવાનીનાં આવેશમાં પિતાનું જ અપમાન કરાવતી આ જીંદગી;

કરાવ્યા જેણે લાડપ્યાર ને સુખી બનાવી જીંદગી,
એ જ મા નો ઘડપણમાં સહારો ન બનતી આ જીંદગી;

કોઈક ને  પહેલી નજર નાં પ્રેમ નો એહસાસ કરાવે જીંદગી,
ને કોઈક ને પ્રેમ વિનાના જીવન નો અભ્યાસ કરાવે જીંદગી;

કોઈક ને પોતાનાઓ નાં પ્રેમ નું રસપાન કરાવે જીંદગી,
ને કોઈક ની દુનિયા પોતાનાઓ થી દૂર બનાવે જીંદગી;

કોઈનું જીવન સવલતો થી ભરપૂર બનાવે આ જીંદગી,
તો કોઈ ને સવલતોનાં નામથી પણ દૂર રાખે આ જીંદગી;

કોઈક  ને ભણતર ભણવાની મોહલત આપતી આ જીંદગી,
કોઈકની મોહલત સમય પહેલા જ પૂરી કરાવે આ જીંદગી;

કોઈકના હર એક દિવસ તહેવાર બનાવે આ જીંદગી,
તો કોઈકને તહેવાર માટે તરસાવતી આ જીંદગી;

‘ચિત્રેશ’નું સક્ષિપ્ત લેખન હતું ને વિષય હતો આ ‘જીંદગી’
જોઈશું હજી પણ કેટલા પાઠ ભણાવશે આ જીંદગી…

Hello world!

Posted in Uncategorized on સપ્ટેમ્બર 14, 2010 by chin2thakkar

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!