Archive for ઓગસ્ટ, 2011

નિરાંતે

Posted in Uncategorized on ઓગસ્ટ 23, 2011 by chin2thakkar

 nirante3



દિવસો બન્યા મહિના અને વર્ષો બનીને વીતી ગયા,
પણ શાંતિની કોઈ એક સાંજે બેઠા નહિ નિરાંતે;
હસતા રડતા સારા નરસા દિવસો ક્યાય વીતી ગયા,
ચેન ન'તું બેચેન બન્યા પણ બેઠા નહિ નિરાંતે.

ખુશીનાં પળ તો આમ ગયા ને ગમ તો ક્યાય ભૂલી ગયા,
સ્મિત રહ્યું મુખ પર પણ ખુશીને માણી નહિ નિરાંતે;
જવાબદારીઓની શરૂઆતમાં જ પગ તો જાણે થાકી ગયા,
અંતર કેહતું કે કાશ થોડીવાર બેસવા મળે નિરાંતે.

સંબંધોનાં વહાણ પર થઈને સવાર ક્યાંય નીકળી ગયા,
હલેસા મારી થાકી ગયા તો'ય થોભ્યા નહિ નિરાંતે;
ક્યારેક તણાવ તો ક્યારેક નસીબ ની આડશે અટકી ગયા,
વિચાર કરતા ઊભા રહ્યા પણ બેઠા નહિ નિરાંતે.

મળ્યો સમય તો સૂઈ ગયો પણ આદત ન'તી તો ઉઠી ગયો,
એકાંત હતું ને હતો સમય તો ચડી ગયો વિચારે;
"ચિત્રેશ" હાથ કલમ ને લઈને ઉપરની પંક્તિ લખી ગયો,
વિચાર હતો બસ એ જ કે ફરી હવે ક્યારે લખવા મળશે નિરાંતે.
Advertisements